છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે
પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે
– રઈશ મનીયાર
Filed under: અનામી - UNKNOWN, ગઝલ, રઈશ મનીયાર | Tagged: ઉચ્ચ, કાયા, ગઝલ, ગુજરાતી ગઝલ, જિંદગાની, જ્ઞાની, ઠોકરો, તંગી, નહિતર, નિશાની, પાડનારા, પીડા, પ્રસ્વેદ, મજાની, મન સાફ, માનહાનિ, રઈશ મણીયાર, રઈશ મનીઆર, વાંચનારા, વેદ, Gazal, raeesh maniaar, www.gujaratigazal.com |

SARAS GAZAL, SHRI RAESHBHAI MANIARNE ABHINADAN
nice…..! Thanks for sharing.
પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે
મજાની ગઝલ.
hi , 2nd n 5th shers` mane `s`chotdar chhe.
Nice 1
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે
This is amazing. I like this Stanza….
khoob aza aavi.
dil ne sparshi jati a gajal mane bahu game 6