સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ


સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ
કિન્નાખોરી કરી રહેલ
‘મન’થી ત્રાસી ગયો છે પ્રેમ !
પ્રેમને સાચવું કે ‘મન’ને ?
અસ્તિત્વ પ્રેમનું કેવી રીતે રાખવું હેમખેમ ?
પ્રેમ નથી બોલતો કે નથી
કોઈ હાવભાવ દેખાડતો
સ્તબ્ધ અવસ્થામાં નિસ્તેજ થઈ ગયો છે પ્રેમ.
ભાવનાત્મકતા પણ હવે ભ્રમ લાગવા માંડી છે,
લાગણીઓના બોજ તળે દબાઈ ગયો છે પ્રેમ,
શોધું છું..શોધું છું..છતા નથી જડતો
અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..

નરેન્દ્ર સોનાર ‘પંખી’

2 Responses

  1. શોધું છું..શોધું છું..છતા નથી જડતો
    અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..
    amazing!!!!!!!!!!!!!!!!!!!!!! khub j saras imagination chhe ‘પંખી’ really mind blwoing!!!!!!!

    અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ.. wow i have no words to express my opinion…………really very very niceeeeeeeeeee

Leave a reply to dipti 'shama' જવાબ રદ કરો