સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !
-સર્વદમન
Filed under: અનામી - UNKNOWN | Tagged: આ યાદ છે આપની કે, આંસુ, આરજુ....!!!, જીવન જીવતાં જઇએ સાથે, જીવન...!, તું કેમ છે ઉદાસ ???, દશા મારી, દિલ, દુઃખ, વાસ્તવિક્તા, સપનામાં તો બધા જીવે છ, સર્વ યાદોને ભૂલવાનો , હ્રદય, sahitya, survadaman | 2 Comments »
