લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
– સુરેશ દલાલ
Filed under: સુરેશ દલાલ | Tagged: "ગઝલ" એટલે..., આ યાદ છે આપની કે, આરજુ....!!!, કટી પતંગ, તકદીર ...!!!, પ્રેમ ના કરો તો કાઈ ન�, befaam, DUKH, gujarati gazal, hasmukh_dharod-'ankur', hayku, sahitya, shailya_shah, shayri, suresh dalal, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem | Leave a comment »
