Posted on જુલાઇ 21, 2025 by Swati
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
-રમેશ પારેખ
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, રમેશ પારેખ | Leave a comment »
Posted on ફેબ્રુવારી 1, 2011 by Swati
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાલા
Filed under: ગની દહીંવાલા, ગુજરાતી શાયરી, શાયરી | Tagged: ઉપચાર, ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી ગઝલ, જ, દર્દ-રૂપે, દર્દનો, દેનાર, નર્યું, પાણી, મારા દર્દનો, હૃદયમાં, Gazal, gujarati gazal | 15 Comments »
Posted on જાન્યુઆરી 29, 2011 by Swati
થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ
થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ !
મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર
મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ;
લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે
માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ;
કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય
રાત ધીમે દળતી ઘંટી શી લાંબે રાગે ગાય !
નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !
– જયન્ત પાઠક
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, જયન્ત પાઠક | Tagged: અજવાળું, ઍન્ટાર્કટિક, ઓઢીને અંધાર, કતરાય, ઘરોની હાર, ચાંદ, જયન્ત પાઠક, ઢબૂર્યું, તડકાઓ, તલાવડી, થથરી ઊઠી, પ્હાડ, શિયાળે, શ્વેત, Gazal, gujarati gazal, jayant pathak, shiyale, winter | 4 Comments »
Posted on જાન્યુઆરી 5, 2011 by Swati
છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,
ક્ષેમકુશળ છે શાયર લોહીઉકાળા વચ્ચે !
આજ નહીં તો કાલે એણે ભરવા પડશે,
ભડભાદર છે, તાણે સોડ ઉચાળા વચ્ચે !
થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,
ઉષ્મા ક્યાં છે? પૂછે ધોમ ઉનાળા વચ્ચે !
એનું સાચું સરનામું આ, ક્યાંક લખી લો
મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે !
ચીવટ રાખી ટીપાંનો હિસાબ લખે છે,
ભૂલ પડે છે તાળા ને સરવાળા વચ્ચે !
મૂંગે મોંએ મરણતોલ એ ઘાવ સહે છે,
ચિત્કારે છે, સહેજ અડો જો આળા વચ્ચે !
જો કે મોત ભમે છે એના માથા ઉપર,
તો ય સલામત કોના એ રખવાળા વચ્ચે ?
– કિશોર જીકાદરા
0.000000
0.000000
Filed under: કિશોર જીકાદરા, ગઝલ, ગુજરાતી શાયરી | Tagged: ઉચાળા વચ્ચે, ઉષ્મા, કિશોર જીકાદરા, ક્ષેમકુશળ છે શાયર, ચણભણ, છાની છપની, તાણે, થીજેલાં, ભડભાદર છે, શબ્દો, સરનામું, સોડ, હોબાળા વચ્ચે, kishor jikadara | 3 Comments »
Posted on જાન્યુઆરી 2, 2011 by Swati
ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં,
પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં.
ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.
કલમ મહીં મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી,
બેપરવા થૈ જાત પરે બેફામ લખી દઉં.
નામ થવાની આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની વાતો બે મુદ્દામ લખી દઉં.
જ્યારે ત્યારે કહેવાના કે ઘર મારું છે,
સોનાની આ લંકા લો અભરામ લખી દઉં.
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.
ખોવાયેલી ખૂશ્બુથી મેળાપ કરાવો,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં.
– કિશોર જીકાદરા (ગાંધીનગર)
Filed under: કવિ/કવિયત્રી, કિશોર જીકાદરા, ગઝલ, ગુજરાતી શાયરી | Tagged: આખેઆખું, કરાવો, કલમ, કિશોર જીકાદરા (ગાંધીનગર), કેફ, ખૂશ્બુથી, ખોવાયેલી, ગામ, ઘૂંટી, છે, ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં, બદનામીની, ભર્યો, મહીં, મુદ્દામ, મેં, મેળાપ, રાજીપામાં, વાતો | 10 Comments »
Posted on ઓક્ટોબર 30, 2010 by Swati
તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે
અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે
જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે
મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે
નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે
ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે
– રિષભ મહેતા
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ગુજરાતી શાયરી, રિષભ મહેતા | 10 Comments »
Posted on ઓક્ટોબર 26, 2010 by Swati
આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને
એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.
નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.
-હર્ષદ ત્રિવેદી
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, કાવ્ય પ્રકાર, ગઝલ, ગુજરાતી શાયરી, હર્ષદ ત્રિવેદી | 4 Comments »
Posted on જુલાઇ 14, 2010 by Manthan Bhavsar
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.
રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
23.039574
72.566020
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ગુજરાતી શાયરી, હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged: આંખ મારી એક એવો કોયડો, કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, છતાં છલકાય, જામ ખાલી, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય, લાગણીઓ જે મહીં રૂંધાય, વેદના શું એ હવે સમજાય છે, શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, હર્ષ બ્રહ્મભટ્ટ | 5 Comments »
Posted on જૂન 26, 2010 by Swati
ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.
હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.
નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.
થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!
છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!
હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !
– કરસનદાસ લુહાર
0.000000
0.000000
Filed under: કરસનદાસ લુહાર, કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી | Tagged: ઉદાસી, એટલો સાક્ષર, એવી કોઈ, કરસનદાસ લુહાર, કોરુંકટ્ટ આંખોમાં;, ગામનું આકાશ, ઘરમાં, જો એકાદ, ડાયરીનું પૃષ્ઠ, તારા શહેરનો વરસાદ...!, થઈ, થયો છું ક્યાં? છે મારા, નથી અક્ષર, પત્રનો અનુવાદ, ફરિયાદ સવારે, ફૂલ શા, મહેકની મરજાદ, વાંચું છું;, વૃક્ષ વાંચું, શોક, સાવ કોરા, હવાઓમાં લખેલી, હું આખું, હું તારા, હું તારી, હું મારી | 2 Comments »
Posted on જૂન 16, 2010 by Swati
પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.
પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.
વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.
માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.
ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.
– પુરુરાજ જોષી
0.000000
0.000000
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, પુરુરાજ જોષી, શાયરી | Tagged: આભ આખું, આમ, આમ સચરાચર ભર્યું, આલય, આહત, એક શરથી, કરી હત્યા, કર્યું, ક્યાં ખોળવો, ગગન, ચીસથી, ચોપડે ચીતરેલ ખાતું, છાંયડાની, ઝરમર ઝર્યું, ઝળહળ કર્યું, ઠામઠેકાણા વિના, તુજને ભલા, થરથર્યું, પથારી જૂઈની, પાંખ દીધી, પારધીના, પાસાં બદલતી, પીંજર ધર્યું, પુરુરાજ જોષી, પ્હેલ પરથમ, મધુમાલતીનો, મનમાં ઘર, માંડવો, યુગો લગ, રહી, વિહગ, વૃક્ષની, સરભર, સાવ ખાલી, હરએક ડાળીની | Leave a comment »
Posted on જૂન 10, 2010 by Swati
થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.
પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.
શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.
આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.
અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.
– અશરફ ડબાવાલા
0.000000
0.000000
Filed under: અશરફ ડબાવાલા, કવિ/કવિયત્રી, ગુજરાતી શાયરી | Tagged: અશરફ ડબાવાલા, આકાર, આભાસને, આલેખવાનો, એ જે કહે, એમ તમને, એમાં, ઓળંગવાનો, કીમિયો, ઘર માપવાનો, છાનાંછપનાં, થોડાં થોડાં, દર્દને, દૂર તમને, પાત્રનો, પામવાનો, બીજું કંઈ નથી, મરણના, રાખવાનો, રૂપમાં, વિસ્તારવાનો, શબ્દવિણ, શ્વાસના, સંકેતને, સમર્પણ, હું કરું છું | 3 Comments »
Posted on જૂન 7, 2010 by Swati
હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા
0.000000
0.000000
Filed under: ગુજરાતી શાયરી, પ્રણવ પંડ્યા | Tagged: તેંય મસ્તી તો બહુ કરેલી નહીં? કેમ મારાથી ના કરાય પ્રભુ?, તો તને આવીને મળાય પ્રભુ., પ્રણવ પંડ્યા, પ્રભુ પંચાયતમાં બાળક, બળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ, હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ | 12 Comments »
Posted on જૂન 1, 2010 by Swati
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.
સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.
ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?
રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !
તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?
વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા
0.000000
0.000000
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, પ્રણવ પંડ્યા | Tagged: આવો, ઋતુ ને રાંધણિયું, એવડા. આંસુ. પણ ચખાય. આ તરફ. પણ નજર. નખાય પ્રભુ., કદી તેં મારા, કે હું, ક્યાંક, ચાખ્યા’તા, ચીર, ચૂલો ફૂંકાય પ્રભુ, છે કે, જુવારા વાવે, તેં બોર, તો, થયું શું, દઝાય, ન થાય, નથી, નહીં, ના રખાય, પથ્થર?, પીડ મારી, પૂરાય, પૂર્યા’તા, પ્રણવ પંડ્યા, પ્રભુ પંચાયતમાં સ્ત્રી, ભેદ, મારા સમી, મારાથી, મારી દીકરી, રસ્તો, રાત, વાંસળીથી, સાંભળ્યું, હર જગા | 9 Comments »
Posted on જૂન 3, 2009 by Swati
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .
– ‘મરીઝ’
Filed under: 'મરીજ', કવિ/કવિયત્રી, ગઝલ, ગુજરાતી શાયરી | Tagged: ‘મરીઝ’, કલા નહીં, જીવન બની જશે, જ્યારે કલા, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, mariz | 8 Comments »
Posted on નવેમ્બર 17, 2008 by Manthan Bhavsar
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાંમ
’મરીઝ’
Filed under: 'મરીજ', ગુજરાતી શાયરી, શાયરી | 9 Comments »
Posted on ઓક્ટોબર 31, 2008 by Swati
બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી, નયન દેસાઈ | Tagged: gujarati gazal | 12 Comments »
Posted on ઓક્ટોબર 6, 2008 by Swati
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
– ચિનુ મોદી
Filed under: કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | 2 Comments »
Posted on ઓક્ટોબર 2, 2008 by Swati
સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.
રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.
છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.
છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.
હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.
રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .
-પુષ્પા મહેતા.
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, પુષ્પા મહેતા (પારેખ) | Tagged: gujarati gazal | 5 Comments »
Posted on નવેમ્બર 14, 2007 by Manthan Bhavsar
શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ
એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ
હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ
ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ
આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ
કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ
ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ
– દિપક બારડોલીકર
Filed under: ગુજરાતી શાયરી, દિપક બારડોલીકર | Tagged: અઘરો સવાલ..., કર કદી આવી કમાલ, જરૂરી નથી...., શકય હો તો, DARD, deepak bardoilkar, DUKH, ghayal, gujarati gazal, gujarati shayri, unknown, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem | 8 Comments »
Posted on નવેમ્બર 11, 2007 by Manthan Bhavsar
પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર
લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર
આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર
મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર
આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર
ડો. કિશોર વાઘેલા
Filed under: ગુજરાતી શાયરી, ડો. કિશોર વાઘેલા | Tagged: dr kishor vaghela, gujarati gazal, GUJARATI GAZAL IN | 3 Comments »
Posted on સપ્ટેમ્બર 9, 2007 by Manthan Bhavsar
કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું
તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું
લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું
ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું
ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.
-સુનીલ શાહ
Filed under: ગુજરાતી શાયરી, સુનીલ શાહ | Tagged: પચાવી ગયો છું, gujarati gazal, sunil-shah | 1 Comment »
Posted on ઓગસ્ટ 21, 2007 by Manthan Bhavsar
દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !
સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !
તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !
નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!
-હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: ગુજરાતી શાયરી | Tagged: તડફડાટ...!!!, દશા મારી, દુઃખ, મારી તમ્મનાઓનોય ભાર , DARD, DUKH, gujarati gazal, gujarati shayri, hasmukh_dharod-'ankur', sahitya | 12 Comments »
Posted on ઓગસ્ટ 8, 2007 by Manthan Bhavsar
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
– ચીનુ મોદી
Filed under: ગુજરાતી શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: જીવન...!, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, સંબંધ...., હ્રદય, gujarati shayri, sahitya, shayri | 1 Comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", અણસાર..............!, આ યાદ છે આપની કે, આંસુ, આરજુ....!!!, ચાહત તમારી..., તમે પૂછશો નહી કે અમને, દશા મારી, દિલ, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, સંબંધ વિશે શું કહું ય, સંબંધ...., હવે ખબર પડે છે, હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, shayri, unknown | 9 Comments »
Posted on જુલાઇ 23, 2007 by Manthan Bhavsar
આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….
ધરમ પ્રજાપતિ
Filed under: ગુજરાતી શાયરી, ધરમ પ્રજાપતિ | Tagged: " એનુ નામ પ્રેમ છે ", આ યાદ છે આપની કે, આંસુ, ચાહત તમારી..., જીવન...!, દિલ, દુઃખ, બેવફા, મિત્ર...!!!, મિત્રતા, મિલન, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, sahitya, shayri | 1 Comment »