Posted on ડિસેમ્બર 6, 2008 by Swati
હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…
હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો !
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !
માધવ રામાનુજ
Filed under: માધવ રામાનુજ | Tagged: માધવ રામાનુજ, gujarati gazal, gujarati kavita, gujarati poem, Gujaratigazal.wordpress, madhav ramanuj | Leave a comment »
Posted on નવેમ્બર 29, 2008 by Swati
દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !
આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !
હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !
જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !
પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !
– રાજેન્દ્ર શુક્લ
Filed under: રાજેન્દ્ર શુક્લ | Tagged: gujarati gazal | 2 Comments »
Posted on નવેમ્બર 14, 2008 by Swati
આજે બાલદિવસ ના પ્રંસગે “કૃષ્ણ દવે” આ સુંદર રચના
આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો ,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!
– કૃષ્ણ દવે
Filed under: કૃષ્ણ દવે, બાળકાવ્યો | 8 Comments »
Posted on નવેમ્બર 13, 2008 by Swati
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
-રઈશ મનીયાર
Filed under: રઈશ મનીયાર | Tagged: રઈશ મનીયાર, હજુયે યાદ છે, હઝલ, હાસ્ય ગઝલ, gujarati gazal | 14 Comments »
Posted on નવેમ્બર 7, 2008 by Manthan Bhavsar
ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં …
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
– ‘આદિલ’ મન્સૂરી
Download Song : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
Filed under: આદિલ મનસુરી | Tagged: સ્વદેશ થી દુર રેહતા મ, gazal for who no live in gujarat, gujarati gazal | 16 Comments »
Posted on નવેમ્બર 5, 2008 by Swati
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ
Filed under: નયન દેસાઈ | Tagged: કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, નયન દેસાઈ, શાયરી, gujarati gazal | 2 Comments »
Posted on ઓક્ટોબર 31, 2008 by Swati
બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી, નયન દેસાઈ | Tagged: gujarati gazal | 12 Comments »
Posted on ઓક્ટોબર 6, 2008 by Swati
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
– ચિનુ મોદી
Filed under: કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | 2 Comments »
Posted on ઓક્ટોબર 2, 2008 by Swati
સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.
રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.
છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.
છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.
હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.
રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .
-પુષ્પા મહેતા.
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, પુષ્પા મહેતા (પારેખ) | Tagged: gujarati gazal | 5 Comments »
Posted on સપ્ટેમ્બર 17, 2008 by Swati
ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.
અંધકાર ખેડી રહ્યું તમારાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.
ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.
ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.
ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.
– માધવ રામાનુજ
Filed under: કવિતા, ગઝલ, ગીત, માધવ રામાનુજ | 3 Comments »
Posted on સપ્ટેમ્બર 11, 2008 by Swati
ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…
કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …
રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…
– મૂકેશ જોશી
Filed under: ગીત, મૂકેશ જોશી | 6 Comments »
Posted on સપ્ટેમ્બર 6, 2008 by Swati
હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !
– માધવ રામાનુજ
Filed under: માધવ રામાનુજ | Tagged: gujarati gazal | 1 Comment »
Posted on નવેમ્બર 28, 2007 by Manthan Bhavsar
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
– ઊર્વીશ વસાવડા
Filed under: ઊર્વીશ વસાવડા | Tagged: પ્રશ્ન કોઈ પણ નથી તો , gujarati gazal | 14 Comments »
Posted on નવેમ્બર 14, 2007 by Manthan Bhavsar
શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ
એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ
હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ
ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ
આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ
કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ
ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ
– દિપક બારડોલીકર
Filed under: ગુજરાતી શાયરી, દિપક બારડોલીકર | Tagged: અઘરો સવાલ..., કર કદી આવી કમાલ, જરૂરી નથી...., શકય હો તો, DARD, deepak bardoilkar, DUKH, ghayal, gujarati gazal, gujarati shayri, unknown, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem | 8 Comments »
Posted on નવેમ્બર 11, 2007 by Manthan Bhavsar
પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર
લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર
આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર
મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર
આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર
ડો. કિશોર વાઘેલા
Filed under: ગુજરાતી શાયરી, ડો. કિશોર વાઘેલા | Tagged: dr kishor vaghela, gujarati gazal, GUJARATI GAZAL IN | 3 Comments »
Posted on ઓક્ટોબર 24, 2007 by Manthan Bhavsar
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,
વિણ તારા ક્યમ રાત જાશે ?
શ્યામ રાત્રિ સમ જીવન મધ્યે,
હ્રદય પ્રકાશ્યું તવ સાનિધ્યે –
શીતળ ચાંદની તારી છાયા,
મળી ! પછી શું જગની માયા ?
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે.
તવ પ્રેમેન્દુના પુનિત સ્પર્શથી,
હ્રદય વીણાના તાર પરથી –
સુણ્યાં મેં બસ ગીત તારાં !
સુંદર મધુરાં પ્યારાં પ્યારાં !
સખિ!ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે !
– રમેશ સોની
Filed under: રમેશ સોની | Tagged: સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ , gujarati gazal, ramesh-soni | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 24, 2007 by Manthan Bhavsar
મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.
કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.
કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.
ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.
કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.
– આતિષ પટેલ ‘લક્ષ્ય’
Filed under: આતિષ પટેલ 'લક્ષ્ય' | Tagged: atish patel "lakshya", gujarati gazal, GUJARATI GAZAL IN | 6 Comments »
Posted on સપ્ટેમ્બર 16, 2007 by Manthan Bhavsar
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
– જલન માતરી
Filed under: જલન માતરી | Tagged: gujarati gazal, jalan matri | 17 Comments »
Posted on ઓગસ્ટ 29, 2007 by Manthan Bhavsar
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: "ગઝલ" એટલે..., વરસાદી ગઝલ, gujarati gazal | 6 Comments »
Posted on ઓગસ્ટ 29, 2007 by Manthan Bhavsar
આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.
-ચિનુ મોદી
Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: "ગઝલ" એટલે..., gujarati gazal | 2 Comments »
Posted on ઓગસ્ટ 8, 2007 by Manthan Bhavsar
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
– ચીનુ મોદી
Filed under: ગુજરાતી શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: જીવન...!, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, સંબંધ...., હ્રદય, gujarati shayri, sahitya, shayri | 1 Comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ
કિન્નાખોરી કરી રહેલ
‘મન’થી ત્રાસી ગયો છે પ્રેમ !
પ્રેમને સાચવું કે ‘મન’ને ?
અસ્તિત્વ પ્રેમનું કેવી રીતે રાખવું હેમખેમ ?
પ્રેમ નથી બોલતો કે નથી
કોઈ હાવભાવ દેખાડતો
સ્તબ્ધ અવસ્થામાં નિસ્તેજ થઈ ગયો છે પ્રેમ.
ભાવનાત્મકતા પણ હવે ભ્રમ લાગવા માંડી છે,
લાગણીઓના બોજ તળે દબાઈ ગયો છે પ્રેમ,
શોધું છું..શોધું છું..છતા નથી જડતો
અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..
નરેન્દ્ર સોનાર ‘પંખી’
Filed under: નરેન્દ્ર સોનાર 'પંખી' | Tagged: " એનુ નામ પ્રેમ છે ", આંસુ, DARD, DUKH, gujarati gazal | 2 Comments »
Posted on જુલાઇ 23, 2007 by Manthan Bhavsar
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
-ચીનુ મોદી
Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: આંસુ, જીવન...!, દશા મારી, દુઃખ, પરખ દ્રશ્ય જોવાની ક્, વાસ્તવિક્તા, હવે ખબર પડે છે, DARD, DUKH | 2 Comments »
Posted on જુલાઇ 23, 2007 by Manthan Bhavsar
આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….
ધરમ પ્રજાપતિ
Filed under: ગુજરાતી શાયરી, ધરમ પ્રજાપતિ | Tagged: " એનુ નામ પ્રેમ છે ", આ યાદ છે આપની કે, આંસુ, ચાહત તમારી..., જીવન...!, દિલ, દુઃખ, બેવફા, મિત્ર...!!!, મિત્રતા, મિલન, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, sahitya, shayri | 1 Comment »
Posted on જુલાઇ 21, 2007 by Manthan Bhavsar
પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
-શોભિત દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી, તુષાર શુક્લ, શોભિત દેસાઈ | Tagged: પાણીના ટીપે ઘાસમાં જ, gujarati shayri, sahitya, shayri, shobit desai, varsadi gujarati poem, varsadi poem, varsadi shayari | 2 Comments »