લખી લેજો હથેળીમાં નામ મારું


લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું…..

કોરે બદન બહાર પછી કોણ નીકળે


કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?

તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?

તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?

સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?

અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?

તમારી વાતમાં


આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….

મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી


જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ….

કોઇવાર


કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે….

આ હથેળી બહુ વહેમવાળી જગા છે


આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

-રમેશ પારેખ

‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’


ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’………

 

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ


ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ?

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે


પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

આ પ્રેમની રમત પણ કમાલ છે


આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

આપી શકે તો


આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

સમય વહી જાય છે


સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે


ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ મ થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છે

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ


પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
લોકો પ્રેમ ને પાપ કહે છે
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ


પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..

ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…

“શુન્ય પાલનપુરી

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા


મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા…………

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે


પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા


ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

એ થાસે નારાજ તો વધારે સતાવીશ્


એ થાસે નારાજ તો વધારે સતાવીશ્,
એના વિચારો થકી હુ સપના મા આવીશ્,
મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે,
એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ્.

છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ


છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ,
લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
નથી આપવાને તુજને કઈ,
પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છુ
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,
ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.

ચાહે છે તુ પણ જીવુ છુ તેવા વહેમ મા


ચાહે છે તુ પણ જીવુ છુ તેવા વહેમ મા
મલે છે પ્રેમ નો સાચો અર્થ, જોવુ છુ તારા નયન મા,
ચાહે તુ મને મલે કે ના મલે,
પણ જીન્દગી વીતાવીશ તારા પ્રેમ મા.

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?


પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

—રમેશ પારેખ

સંબંધોના સથવારે મળતા રહીશું


સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી


પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-‘આસીમ’