આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.
રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.
એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.
ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?
આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.
વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું ?
‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો,
ઝાંઝવાને હું ય લલચાવી શકું.
– ‘રાજ’ લખતરવી
Filed under: 'રાજ' લખતરવી | Tagged: "ગઝલ" એટલે..., 'રાજ' લખતરવી, 'raaj' lakhtarvi, aa samay ne, આ સમયને હું ન થંભાવી શકું, ક્યારેક બોલાવી, ગઝલ, ગુજરાતી ગઝલ, ઝાંઝવા ક્યાં છું, તુજને, વાસ્તવિક્તા, શક્ય છે, શોભાવી શકું., સ્વપ્નમાં, હું, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, kavita, sahitya, shayri, thambhavi |

aapi 6 mujne svpn jova aakh
tethi j aakasne marama smavi sku
Very nice
Beautiful !!
બહુ જ સરસ રચના છે