ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
– શૈલેન રાવલ
Filed under: શૈલેન રાવલ | Tagged: "ગઝલ" એટલે..., આંસુ, કિંમત કદી, કોણ, ગઝલ, ગલતી, ગીત, ગુજરાતી ગઝલ, ગેરસમજણ, જાણે, જીવન...!, તાપણું, તો, દુઃખ, દુશ્મનોની, દોસ્તી, પડકારવાનું, ફરકાવ ના, બંધ કર, મનથી, મિત્રતા, વાવટો, વ્યર્થ, શૈલેન રાવલ, સંબધ, સમજ્યું, સામટી, સુલેહી, હ્રદય, DARD, DUKH, Gazal, ghayal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati shayri, misunderstanding, shailen raval |

Very gud
Beautiful creation. Starting to end it stays in the circle what creator wants to tell. Its meaningfull. Like it.