લો કરું કોશિશ ને ફાવે તો કહું – રાજેન્દ્ર શુક્લ


લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

આ જ ગઝલને વિડિઓ સ્વરૂપે માણો “Gujtube.com” પર  

 

2 Responses

  1. ગઝલના શબ્દોમાં જે આધ્યાત્મિક વાતો કહી છે,ત હ્વદયને સ્પર્શ કરી જાય તેવી છે.ખુબજ આનંદ આવ્યો વાંચવા માં.આભાર

Leave a reply to નરેશ રાવલ જવાબ રદ કરો