તારી યાદ – શ્યામ સાધુ


આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.

હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.

મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.

કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.

મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.

-શ્યામ સાધુ

9 Responses

  1. હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
    એની તમામ ગંધમાં મૂકી ગયો તને…sundar rachna…!!

  2. wonderfull……..mari udas rat na karan mali jase……
    kyarek pala surya ma shodhi gayo tane……..
    very nice line………………………………

  3. very nice!
    maun ane a pan parichay vagar nu!!
    bolayela shabdo karta maun ghanu kahi jaay chhe…

  4. very naice … aavi gazal man ne santi aape 6e….

  5. wah…wah…kya bat he, ghana samay bad ek uttam kavita vanchi

  6. અરેરે ! આ શું થઈ ગયું?
    કલ્પનાની પાંખે ઉઙતા વાસ્તવિકતાએ મારી નાખ્યોં

  7. Ramesh parekh ni kavita apva vinanti
    ….
    Darpan si aankh tame fervi gaya ne maro chehro sholat gayo

    Please send me in my mail id…….
    Thank you

Leave a reply to Khyati જવાબ રદ કરો