કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
– અનિલ જોશી
Filed under: અનિલ જોશી, કવિતા, ગીત | Tagged: આ યાદ છે આપની કે, ગઝલ, ગુજરાતી ગઝલ, હ્રદય, Gazal, gujarati gazal |

Very Good Anilbhai!!! Hidden ‘murm’ je samje tenej samajay.
GOOD
સરસ પંક્તિઓ.”ક્યાંય કાગડો ન થઇ જાય રાતો !
અનિલભાઈ ણી કવિતાઓનું તો આમ પણ શું કહેવું ?
Yes yes yes
sunder thanks