સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું – શ્યામ સાધુ


સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

શ્યામ સાધુ

2 Responses

  1. હું માત્ર ઈશ્વરથી ડરું છું. હું કોઈ માનવીથી ડરતો નથી. જ્યારે તમારામાં આ પ્રકારનો જુસ્સો આવી જાય ત્યારે તમે માત્ર એ જ કર્મ કરશો જે તમારે કરવાનું હોય. પછી ભલે ગમે તે થાય.

  2. tame man muki ni varshya ame janam janam na tarshya gazal please

Leave a reply to marshal bhalodi જવાબ રદ કરો