મારો વરસાદ – મનોજ્ઞા દેસાઈ


એક મારો વરસાદ, એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
સૌ સૌનાં હૈયામાં સૌનો વરસાદ લઈ
જોને વહેતા જાય લોકો

મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે ?
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જો જે વહી ન જાય મોકો…

મારો વરસાદ ઝૂલે જાંબલિયા ઝૂલણે
તારો વરસાદ રંગ રાતે
એક પછી એક રંગ રસ્તા ઓળંગીને
વળગીશું લીલેરી વાતે
આપણું એ મેઘધનુ એવું તો ઝૂલશે
કે વાદળાંય કહેશે કે ‘રોકો’

– મનોજ્ઞા દેસાઈ

4 Responses

  1. અરે વાહ,… સ્નેહ રૂપ આ તો સહિયારો વરસાદ…

  2. આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

Leave a reply to જેકબ જવાબ રદ કરો