હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?
એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?
પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?
બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?
– મેગી અસનાની
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, મેગી અસનાની | Tagged: ઊડી જઈશ હું છતાં, એવું કેમ છે ?, જેમ ક્ષણમાં, ઝાકળની, ફૂલને અડાતું, મેગી અસનાની, સૂર્યમુખી, Gazal, gujarati gazal, Megi Asnani |

Gazalvishva ma pragat thayeli sundar gazal….
Khub saras
super chhe….!!!!
super
gazal vanchi ne maza padi gai aevu kem chhe?
જીવન માં તમારી જીદગી બનીને આવીશ
આખો માં તમારી સ્વપ્ન બનીને આવીશ
રાત માં તમારી રોશની બનીને આવીશ
દુઃખ માં તમારા સુખ બનીને આવીશ
દિલ માં તમારો પેમ ભનીને આવીશ
બહુ સરસ ગઝલ !
hi, khoob sunder abhivyakti chhe.khoob gami.
nice..