સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો
ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો
ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો
પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો.
– ભરત વિંઝુડા
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: અથવામાં, આવશો, ગઝલ, ઘટના, ચીતરેલાં, ઝરણામાં, ટીપું, દરિયા, ભરત વિંઝુડા, સપનામાં |

saras aamey tuku ane saru lakhva mate tame janita cho.
khuba j riday sprsi gazal 6e..
read and think