પૂછો


વાવાઝોડું પી ગયેલા આ કવિના જન્મદિવસને એક બહાનું માનીએ 

 તેમના જ શબ્દોને સ્મરીને…

પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા

                                                    – રમેશ પારેખ

સાભાર : www.rameshparekh.in

7 Responses

  1. વાવાઝોડું પી ગયેલા અનોખા મિજાજના મિત્ર,કવિશ્રી રમેશ પારેખના જન્મદિને સો સો સલામ અને ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વ’રમેશ’- કહેનાર એ મહામાનવને અનેકાનેક વંદન.

  2. ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
    પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા

    ર.પા.નું સ્મરણ ….

  3. ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
    પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા..
    kyaa baat hai..!! sundar kaavya…
    love these lines..

  4. એક વધું સરસ ગઝલ વાંચવા મળિ ર.પા.ની

  5. છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
    પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

    Maro gamato sher…

    Yogendu Joshi

Leave a reply to vijay bavaliya જવાબ રદ કરો