હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !

– ભગવતીકુમાર શર્મા

સાભાર : રણકાર.કોમ

9 Responses

  1. કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
    કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
    કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
    એવું કાંઈ નહીં !
    હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
    એવું કાઈ નહીં !
    very nice..

  2. સુંદર રચના….
    મુખડાથી જ ભગવતીકાકાએ બરોબરની પક્કડ જમાવી તે છેક સુધી…..
    ભાવ,અભિવ્યક્તિ અને શબ્દોનું સચોટ અને લાગણીથી નિતરતું સિલેક્શન
    કવિ કર્મને એક ઊંચાઈ બક્ષી રહ્યું…..

  3. VARSAADI MAUSAM JAAMI GAI

  4. Khub j sundar eva SHABDO NO VARSAD PADYO CHE…

  5. aftatoon aa ghazal soli kapadia na album ma sambhlo bahuj saras ghayu chhe.

  6. Ek varsaad bahar pade che ane Ek varsaad AHRUDHAARA bani ne bhinjve che,,,,,,,,have tamaro SPARSH,ane tamaro SANGATH ane a PREMALAP,avu kai nhi”

  7. mind blowing creation!!

Leave a reply to HET જવાબ રદ કરો