પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

9 Responses

  1. બહુજ સરસ. જો મારી નીચેની બે લાઈન યોગ્ય ન હોય તો માફ કરજો.

    આભાર.

    “તપ તો આકરા કરયા’તા ઘ્રવે પ્રભું,

    નથી હુ બાળક, પણ સામે જો પ્રભું”

  2. bija Ramesh Parekh malse……

  3. saras rachana

  4. bija Ramesh Parekh malse nahi MALI gya samjo

  5. I like this poem…

  6. vansali thi chulo funkay prabhu?

    very touching

Leave a reply to Pandya Yogesh જવાબ રદ કરો