એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..
એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…
એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે, કોઈ ફાગણ લ્યો…
એ જી જુગલ વાંસળી વાજતી, કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે, કોઈ ફાગણ લ્યો…
એ જી દિન કપરો કાંઈ તાપનો, કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે, કોઈ ફાગણ લ્યો…
એ જી ઊડે કસુંબો આંખમાં, કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે, કોઈ ફાગણ લ્યો…
એ જી ગગન ગુલાબી વાદળાં, કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે, કોઈ ફાગણ લ્યો…
એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે, કોઈ ફાગણ લ્યો…
– રાજેન્દ્ર શાહ
Filed under: રાજેન્દ્ર શાહ | Tagged: અડકી, અલમલ, આંખમાં, આંબાની, આવ્યો, ઊડે, એ જી, એ તો, એનો વાંકડિયો છે લાંક, કંજ, કરતું, કસુંબો, કાંઈ, કોઈ ફાગણ લ્યો, ગગન ગુલાબી, જાય રે, જુગલ વાંસળી, જોબનિયું, ઢળે, તાપનો, દરિયા દિલનો, દિન કપરો, નહીં મલાજો, પાંખ, ફાંકડો, ફાગણ, મંજરી, મ્હોરી, રળિયાત, રાત, લાજ રે, વન પોપટની, વાજતી, વાદળાં, વાયરો, સરવર સોહે, સાદ રે |

VASANTI VAAYARAA MAANYAA HOY TENE VISHESHS AANADA THAY…….AABHAR…..