જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

8 Responses

  1. wow nice one…………………

  2. “શબ્દો હતા વેરવિખેર સજાવ્યા તમે,
    ઉર્વીશભાઈ જુઓ કેવી સરસ કવિતા થઇ ગઇ”

  3. એક આંસુ કો’કનું લૂછી દીધું
    જો ખુદા કેવી ઈબાદત થઈ ગઈ !

    વાહ!!! સરસ ગઝલ.

  4. aa vanchi ne lagyu k potani jat ne sathe j sobat tai gai

  5. એક આંસુ કો’કનું લૂછી દીધું
    જો ખુદા કેવી ઈબાદત થઈ ગઈ

  6. URVISH SIR NU SHU KAHEVU….
    EMNI MAHAARAT E TO KHAREKHAR AANAND KARAAVYO CHHE HO…
    SHABDE SHABD AANAND….

  7. URVISHBHAI, TAMARI GAZAL VANCHINE ,LAGU KE MARU JIVAN MARI SAAME GAZAL THAI NE AAVI GAYU CHHE.

    ATYANT SUNDAR GAZAL CHHE, KHUBAJ PRABHAVSHALI PHILOSOPHY SAMAJAVI CHHE.

    MANY MANY CONGRATULATIONS FROM THE DEEPEST OF MY HEART.

Leave a reply to manhar m.mody ('mann' palanpuri ) જવાબ રદ કરો