એક તારી યાદમાં સઘળું ગુમાવ્યું છે અમે,
જિંદગીભર તોય ક્યાં તુજને બતાવ્યું છે અમે ?
પર્વતોના પર્વતો ઊંચકી લીધા પાંપણ ઉપર,
એક પાંપણ શું નમી, મસ્તક ઝુકાવ્યું છે અમે.
ગાલ ઉપર જે કદીયે પહોંચવા પામ્યું નથી,
આંખમાંથી એક આંસુ એમ સાર્યું છે અમે.
ખૂબ ઊંડે સાચવી છે, વાસ્તવિકતાની મહેક,
સાવ ઉપર સત્યનું અત્તર લગાવ્યું છે અમે.
સામસામે કાચ જેવું ગોઠવી દીધા પછી,
જાત એમાં શોધવા માટે વિચાર્યું છે અમે.
– સ્નેહલ જોશી ‘પ્રિય’
Filed under: સ્નેહલ જોશી ‘પ્રિય’ |

very good……
ATI SUNADAR ….
Khub unde saachvi chhe..khub sunder gazal Snehal wish you all the best.
Excellent, superb. Effortless artistic creation. Congrats.
adbhoot….yaar bahuj saras rachna chhe..kharekhar its amazing..
su kahu tamari rachana ne ? dil ni badhi urmi khali kari daish toye ochhi padashe
સ્નેહલના અવાજમા પોતીકી તાજગી છે.ખુબ સુન્દર અને સહજતાભરી ભાષા લઇ આવતી ગઝલ.
Very nice
જો વાંચી શકો તો લખે છે મન,
પળ પળ ની વાત કહે છે મન.