પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

– મનોજ ખંડેરિયા

13 Responses

  1. જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
    મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

    khub saras ….

  2. મિત્ર
    આપનો ગુજરાતી બ્લોગ મને વાંચવો ખુબ ગમ્યો છે. આપના બ્લોગનું ફોરમેટીંગ પણ સુંદર છે.
    મારું નામ મૌલિક છે. અમદાવાદનો રહેવાસી છું. લાયબ્રેરી અને પુસ્તકો મારો પ્રિય વિષય રહ્યા છે. હવે કમ્પ્યુટર ના જગતમાં બ્લોગ વાંચુ છું. આવા જ સુંદર કાવ્યો લખતા રહો તેવી પ્રભુ આપને શક્તિ આપે તેવિ અભિલાષા.
    પ્રણામ.
    મૌલિક.

  3. સરસ mp3 મા રજુ કરો તો કેવુ

  4. bas samjo mari pase koi sabdj nathi,,,,,,,,,,,,,,,,,,,,,

  5. આ ગઝલ સોલી કાપડિયા ના કંઠે સાંભળેલી પણ એમણે છેલ્લો શેર નથી ગાયો કે જે આજે પહેલી વાર વાંચ્યો. મઝાની રચના છે. તમરૉ બ્લોગ પ્રથમ વખત જોયો. સરસ સંકલન!

  6. Really, Superb combination of words n emotions. Nice to read ur poem.

  7. gujarati gazalnu aa sanamu, ek j gharma badha gazakar. vah kya bat hai

  8. ગુજરાતી હોવુ ખરેખર કેટલા ગર્વની વાત છે તે આ ગઝલ વાંચો તો ખબર પડે

  9. Khub saras words 6…
    Mane gamyu te aaje kahyu..
    Kale navi savar male na male..

  10. વાહ બહુ સરસ કામ ! ગુજરાતી ગઝલ માટે ,ગુજરાતી સાહિત્ય માટે,
    કવિ મારે છે ,પણ કવિનો શબ્દ સદીઓ જીવે છે.આ વાત આપે સાબિત કરી .
    -નિલેશ એ.ભટ્ટ (અમૃત લાલ ભટ્ટ “ઘાયલ”)

  11. jya phochvani zankhana varso thi hoy .tya phochata man pachhu vde

Leave a reply to Nilesh bhatt જવાબ રદ કરો