કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં


એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાંમ

’મરીઝ’

9 Responses

  1. hmmmm khubaj saras…adbhoot che…hates off for MARIZ..

  2. ંદર રચનાના ગમી જાય તેવા શેર્
    સ્લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
    હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
    મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
    વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

    એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
    કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાંમ

  3. aa gajal ni chelli pankti kharekhar khub j saari che

  4. jivvanu ek bahanu gani lidha ta me
    aemne pasar kri jindgi koi bija na naam ma
    joto rahyo hu vaat amni
    mari lagnione a jota rahya bas ek majak ma

    harek palo ne jena mate sangari hti
    mara vgr ujvi gaya prasang potani shaan ma
    have vdhu lakhi pan su saku hu ” DeeP”
    bas buzavanu lakhu hase aapda nasib ma…

  5. PAPAN BHINU EK SHAMANU JOYU
    RAN KHOTARATU EK ZARANU JOYU
    RAJANI KERI GHOL SHYAMALATAMA
    TAMTAMTU EK AVARAN JOYU

  6. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
    લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં….Vaah…Vaah…Vaah…

Leave a reply to ashish જવાબ રદ કરો