શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ
એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ
હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ
ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ
આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ
કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ
ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ
– દિપક બારડોલીકર
Filed under: ગુજરાતી શાયરી, દિપક બારડોલીકર | Tagged: અઘરો સવાલ..., કર કદી આવી કમાલ, જરૂરી નથી...., શકય હો તો, DARD, deepak bardoilkar, DUKH, ghayal, gujarati gazal, gujarati shayri, unknown, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem |

vaah….
saras gazal….
એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ
khub sundar …..
superb……………….
ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ
એકદમ સચ્ચી વાત કરી.
ખુબ સરસ
jindgi aatki gai tara vgar,shbda sayrina jadta nathi tara vgar,duniya ma ksu badlayu nathi, chhta duniya duniya nathi lagti tara vgar
wah wah ne wah…khoob saras gazal..Deepakbhai.Maza aawi gai
IT’S Rally Amazing Gazal
Thanks Deepak Give To US This One Beautiful And Attract Gazal
Mahesh K.
Pnakaj Dubariya
Pankaj Sanghani
Mayur
Pankaj C.
IT’S Rally Amazing Gaza
Thanks Deepak Give To US This One Beautiful And Attract Gazal