તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી


તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

17 Responses

  1. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

    – જલનસાહેબના સદાબહાર યાદગાર અશ્આર…

  2. મારી બહુ જ પ્રીય ગઝલ. પુ.ઉપા.એ સરસ ગાઈ છે.

  3. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
    જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

    upar na banne sher to fav che j ane saathe aa ek sher pan ghano j yaadgaar ane laa-javaab..

  4. gazal vanchi ne haju tena nasha ma thi niklyo nathi…..
    Wah nasho thai gayo….. Phari ne phari vanchya karu ..

  5. ketli dard bhari chhe,,,,,,,aa kalpana…….

    મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
    જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

  6. http://lh4.ggpht.com/hritik1234khanna/SLVS9actAtI/AAAAAAAAAKc/i-sasOrzg3c/s400/hllo018.pngકેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

    HRITIK KHANNA

  7. I would love to hear a ghazal from Jatin Matri

  8. “ashru fakt dukhh ni vaat j vyakt kare chhe ….?
    khushi ma pan eni kahani or hoy chhe ”
    -samay

    jalan matri saheb ek bhavnao no parpota saman chhe hajiye lokona diloma …….
    salaam chhe aapni har ek gazal ne nava shayar mate vanthambhi vanjar karvi sel hashe pan aavu to matri sathe javanu

  9. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી………………….. Its Very Good…………….

  10. wow!!!! superb…..

  11. સમજાઇ ગયુ બધુ ફક્ત એમના મૌનથી
    વાત એમણે જે ક્દી જાહેર મા કરી નથી

  12. guajarati ghazal par no ek ehsan etle jalan matari…jya sudhi jalan matari nu nam na aave tya sudhi gujarati ghazal adhuri kehvay..

Leave a reply to mital chavda જવાબ રદ કરો