પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
-ચીનુ મોદી
Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: આંસુ, જીવન...!, દશા મારી, દુઃખ, પરખ દ્રશ્ય જોવાની ક્, વાસ્તવિક્તા, હવે ખબર પડે છે, DARD, DUKH |

સુંદર કૃતિ…
bahu saras saheb aa dunia avij chhe.