મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી


મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને…
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે…
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી

શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ “ઘાયલ”
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

-“ઘાયલ”

5 Responses

  1. એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
    દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

    excellent lines. it shows hight of love.

  2. bhai bhai,,,,,,

    lakhi 6 me aaje gazal pan a panu khovay jay to kahevay nahi…

  3. nazir dekhaiya ni gazal joie che “vari jata aa dil ne vari shakyo nahi

  4. […] [गुजराती शायर] हिंदीकरण : राजू पटेल મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહી મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી […]

Leave a reply to Seema જવાબ રદ કરો