જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!


જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

– રવિશંકર ઉપાધ્યાય

2 Responses

  1. મારું એક નમ્ર સુચન –
    જ્યારે પણ કોઇ કવીની રચના આપો ત્યારે ‘સારસ્વત’ પરની તેમની જીવનઝાંખીની લીન્ક પણ આપશો તો વાચકને વધુ માહીતી મળશે. અને ઑટોમેટીક તે પીંગ બેક થઇ મારા બ્લોગ પર આવી જશે.
    આથી બ્લોગો સારી રીતે સંકળાશે અને વાચક માટે ઉપયોગીતા વધશે.

  2. its really very nice cration.

Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો