તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો


તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો. પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

તમે કોન છઓ એ હુ નથી જાનતો


તમે કોન છઓ એ હુ નથી જાનતો.
તમે કોન છઓ એ હુ નથી જાનતો.
બસ તમને જોયા છે એ જ હુ જાનુ છુ.
પ્રેમ કર્વો એ ગુનહો છે એ હુ નથી જાનતો.
બસ આ ગુનહા મા પડયો છુ હુ એ જ હુ જાનુ છુ.
તમે બીજા સાથૅ બેઠા છો એ હુ નથી જાનતો.
બસ તમે મારા હ્દય મા છો એ જ હુ જાનુ છુ.
તમારુ જીવન કેવુ હશે હુ નથી જાનતો.
બસ મારુ જીવન રાત નુ અધારુ છુ એ જ હુ જાનુ છુ.
એ રાત હવે કયારે પુર થસે એ હુ નથી જાનતો.
બસ તમે પછા આવસો એ જ હુ જાનુ છુ.

તો પછી હું શું નામ આપુ તેને ? ? ? ?


શું નામ આપું આપણા સંબંધને,
મને ખબર નથી પડતી,
દિલ કહે છે કે આ ખુબ જ જુનો સંબંધ છે..
જેમ…
ચાંદનો ચાંદની જોડે..
તારલાનો છે આકાશની જોડે..
સમુદ્રનો છે ઉંડાઇની જોડે..
ફુલનો છે સુગંધની જોડે..
સુરજનો છે કિરણોની જોડે..
તેમ આપણો સંબંધ પણ કુદરતે જ બનાવ્યો છે.

તો પછી હું શું નામ આપુ તેને ? ? ? ?

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ


જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ.

આપું નહીં હું આમ કદી કોઇને વચન,
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ.

સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઇએ,
અમથો શું તારી આંખમાં આવી ગયો હઇશ!

લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે,
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઇશ.

મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે,
એ માનીને જવાબમાં આવી ગયો હઇશ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

દિલીપ પરીખ