Posted on સપ્ટેમ્બર 16, 2013 by Swati
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
0.000000
0.000000
Filed under: ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: એને સમાવે, ખળભળાવે, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતી શાયરી, જો, તૈયારી, નજદીક, ને ફાવે તો કહું, ફરમાવી, રાજેન્દ્ર શુક્લ, લહરી, લો કરું કોશિશ, શબ્દ, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, kavita | 2 Comments »
Posted on જુલાઇ 12, 2013 by Swati
ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું !
હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું !
અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું !
શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું !
રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું !
કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું !
અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું !
– રાજેન્દ્ર શુક્લ
Filed under: કવિતા, ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: "ગઝલ" એટલે..., અંજાણું, અમે જ અમને, આખ્ખું, આવી સંતાણું !, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, તમણું ઉપરાણું, તું મુજમાં, ના તું જાણે, ના હું જાણું, ફટવી મૂક્યા, બે ય મળીને એક ઊખાણું !, રાજેન્દ્ર શુક્લ, વસ્તર, વાઘા, શ્વાસનું સાટું, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, rajendra shukla | 1 Comment »
Posted on ફેબ્રુવારી 20, 2013 by Swati
હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું !
ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું !
પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !
અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !
– શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: આતમજ્ઞાન, કોલાહલમાં ધ્યાન, ક્ષણનું, ગઝલ, ગુજરાતી ગઝલ, જો ભાન થવાનું, થવાનું !, બહુમાન, શ્યામ સાધુ, શ્વાસો વચ્ચે, સંતો કહે છે:, હોવાના પર્યાયતણું, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, shyam sadhu | 2 Comments »
Posted on જાન્યુઆરી 1, 2013 by Swati
તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે
ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝા મૂકે
ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે
આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઉંગલી હજાર વેળા ચૂમે
નાજુક નમણાં હોઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે
– જિગર જોષી ‘પ્રેમ’
Filed under: કવિ/કવિયત્રી, જિગર જોષી 'પ્રેમ' | Tagged: - જિગર જોષી 'પ્રેમ', આંગણ આંગણ, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, તારી જો કોઇ ટપાલ આવે, પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે, રેશમવરણું વહાલ આવે, શેરી શેરી, gujarati, gujarati gazal, gujarati poem | 5 Comments »
Posted on જુલાઇ 23, 2012 by Swati
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
– મનોજ ખંડેરિયા
Filed under: કવિતા, ગીત, મનોજ ખંડેરિયા | Tagged: આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ, ગઝલ, ગુજરાતી ગઝલ, ધેનુની આંખનું હું પાણી, મને કોણ જાણે ક્યાંય જશે તાણી, મનોજ ખંડેરિયા, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, manoj khanderiya, sahitya, shayri | 2 Comments »
Posted on એપ્રિલ 29, 2012 by Swati
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે
જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે
આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે
હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે
એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે
કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે
દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Filed under: ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: "ગઝલ" એટલે..., કોઈ શું કરે ? રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ગુજરાતી ગઝલ, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, rajesh vyas - miskin, shayri | 5 Comments »
Posted on ડિસેમ્બર 29, 2010 by Swati
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા
– મનોજ ખંડેરિયા
0.000000
0.000000
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: તારી અસરમાં સાવ અટુલા પડી ગયા ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા, મનોજ ખંડેરિયા, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya | 6 Comments »
Posted on ઓક્ટોબર 6, 2010 by Manthan Bhavsar
આનંદની ઉજવણી ફરી એકવાર…. ૩ જી ઓગસ્ટ… ૪૭૭ પોસ્ટ્સ… અને ૪,૦૦,૦૦૦ મુલાકાતીઓ… મિત્રો, આટલો બહોળો સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર… ગરવી ગુજરાતી ભાષાના ગર્વીલા પ્રેમી તરીકે આપનું આ બ્લોગ પર હમેશા સ્વાગત છે… અને હજી તો કૈં કેટલીયે રચનાઓને આપ સુધી પહોંચાડવી છે… મને ગમે છે એને તમારી સાથે વહેંચવું છે… મળતા રહીશું ગુજરાતી ગઝલના આ મજાના પ્લેટફોર્મ પર…
23.039574
72.566020
Filed under: અનામી - UNKNOWN | Tagged: gujarati gazal, Gujarati language, gujarati poem, gujarati poetry, gujarati shayri, India | 2 Comments »
Posted on ઓગસ્ટ 31, 2010 by Manthan Bhavsar
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
– રમેશ પારેખ
આ ગીત ને રણકાર પર માણો
ફરમાઇશ કરનાર મિત્ર : બેલા શાહ
23.039574
72.566020
Filed under: રમેશ પારેખ | Tagged: ગુજરાતી બાળગીત, રમેશ પારેખ, હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં, Gujarati Balgeet, gujarati poem, gujarati poetry | 4 Comments »
Posted on મે 27, 2010 by Swati
‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
તમે થઈ ગયા ચૂપ
રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
ક્યાંથી ચીતરું રૂપ ?
રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
મારી દીધી સાંકળ
યુગો યુગોથી ખૂલવા કરતી ‘હોવું’ નામે બોતલ ઉપર,
વાસી દીધું ઢાંકણ.
રસ્તા, શેરી, ગામ-ગલીનો ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
– અનિલ ચાવડા
0.000000
0.000000
Filed under: અનિલ ચાવડા, કવિ/કવિયત્રી, કવિતા, ગીત | Tagged: "ગઝલ" એટલે..., ‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?, અનિલ ચાવડા, મળવા આવું ક્યાંથી ?, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 3 Comments »
Posted on મે 21, 2010 by Swati
પાંપણોને સહેજ ઢળવાનું કહો.
સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.
ચોકમાં આવીને મળવાનું કહો
લાગણીઓને પલળવાનું કહો.
દર્પણોમાંથી નીકળવાનું કહો
આ પ્રતિબિંબોને છળવાનું કહો.
લો સપાટી પર બરફ જામી રહ્યો
આ સમુદ્રોને ઉકળવાનું કહો.
સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે
હા કહો, સૂરજને ઢળવાનું કહો.
ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.
ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.
પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની
આ અમાસોને પ્રજળવાનું કહો.
મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે
જે અકળ છે એને કળવાનું કહો.
– આદિલ મન્સુરી
0.000000
0.000000
Filed under: આદિલ મનસુરી | Tagged: આદિલ મન્સુરી, ઢળવાનું કહો, પાંપણોને સહેજ ઢળવાનું કહો., વાસ્તવિક્તા, gujarati gazal, gujarati poem, gujarati poetry, sahitya, shayri | 1 Comment »
Posted on ડિસેમ્બર 7, 2009 by Manthan Bhavsar
પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.
તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.
ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
આ રચના ને અહી “રણકાર” પર માણો
Filed under: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ | Tagged: ગુલામ અબ્બાસ ‘નાશાદ’, દુઃખ, પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, વાસ્તવિક્તા, સંબંધ...., હ્રદય, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 4 Comments »
Posted on ડિસેમ્બર 1, 2009 by Manthan Bhavsar
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
– ઉર્વીશ વસાવડા
Filed under: ઊર્વીશ વસાવડા | Tagged: " એનુ નામ પ્રેમ છે ", "ગઝલ" એટલે..., ઉર્વીશ વસાવડા, જાતની સાથે જ સોબત થઇ ગઇ, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya, shayri | 8 Comments »
Posted on ઓગસ્ટ 20, 2009 by Manthan Bhavsar
અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે
પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે
તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે
તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે
લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે
શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે
માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે
નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે
– રઈશ મનીઆર
સૌજન્ય : ગુંજારવ
Filed under: રઈશ મનીયાર | Tagged: અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે, રઈશ મનીઆર, Gazal, gujarati gazal, gujarati poem | 10 Comments »
Posted on ઓગસ્ટ 14, 2009 by Swati
ભીંતો ભીજાય એય સ્હેવાતું જાય
પણ ભીનું ગગન કેમ લુછું ?
પાનીઓમાં ફૂટે છે ઝાંઝરિયા પ્હાડ
સખી ચાલું તો કેમ કરી ચાલું ?
મુઠ્ઠીમાં મ્હોરેલા ધુમ્મસિયા ઓરતા
મેલું મેલું ને ફરી ઝાલું.
પડછાયા આવીને પૂછ્યા કરે છે
એવું પાસે બેસો તો કાંક પૂછું…
બળબળતા સૂરજને આંગળી અડાડું
ને ઝરણું બનીને દડી જાય ;
હળવો એક સાદ સૂના ફળિયે દેતામાં બળ્યા
શ્વાસોના નામ પડી જાય.
અડતામાં ઓરમાયા લાગેલા આભલાને
શોષાતે કંઠ છેલ ચૂસું …..
– મધુકાન્ત ‘ કલ્પિત ’
Filed under: મધુકાન્ત ‘ કલ્પિત ’ | Tagged: પાસે બેસો તો કાંક પૂછું..., મધુકાન્ત ‘ કલ્પિત ’, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, gujaratigazal.in | 2 Comments »
Posted on જૂન 30, 2009 by Swati
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.
– ચિનુ મોદી
Filed under: કવિતા, ગઝલ, ગીત, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: ચિનુ મોદી ‘ઈર્શાદ’, વાસ્તવિક્તા, શક્યતાની ચાલચલગત, સંબંધ...., gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 2 Comments »
Posted on જૂન 29, 2009 by Manthan Bhavsar
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
– દિનેશ કાનાણી
Filed under: દિનેશ કાનાણી | Tagged: દિનેશ કાનાણી, ધીર ને ગંભીર થાતાં જાય છે, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry | 1 Comment »
Posted on જૂન 22, 2009 by Swati
મળું મળું વ્હાલાને ક્યારે ?
વીંટળાઉં ક્યારે? ઘેલી
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી
મુખ પર પુષ્પ કરે ઠેલી
ફૂલરાણી શી ચંબેલી!
આરસનો અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી
ફૂલમાં પૂર્યાં ગંધ અનુપ,
ફૂલડાંને ઉડવા આકાશ ,
પાંખ વિના પૂરે શેં આશ ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ,
ચંબેલી મલકતી પૂછે,
“એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ
એક બનીને ઉડશું આભ?”
ચંબેલીનો દેહ રૂડો ને,
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઉડે,
મલકતી મ્હેકતી પરી…
પતંગિયું ને ચંબેલી
એક થયા ને બની પરી !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Filed under: કૃષ્ણલાલ શ્રીધરાણી | Tagged: કૃષ્ણલાલ શ્રીધરાણી, મળું મળું વ્હાલાને ક્યારે ?, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 1 Comment »
Posted on જૂન 17, 2009 by Swati
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …
મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …
– મૂકેશ જોષી
Filed under: મુકેશ જોષી | Tagged: મૂકેશ જોષી, યાદ...ફરિયાદ...!!!, સાજન મારો સપના જોતો, સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 1 Comment »
Posted on જૂન 3, 2009 by Swati
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .
– ‘મરીઝ’
Filed under: 'મરીજ', કવિ/કવિયત્રી, ગઝલ, ગુજરાતી શાયરી | Tagged: ‘મરીઝ’, કલા નહીં, જીવન બની જશે, જ્યારે કલા, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, mariz | 8 Comments »
Posted on મે 28, 2009 by Swati
તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ
સાત સમંદર પાર અમારા ડુંગર સાત ખોવાયા
સાત ક્ષણોની વચ્ચે વચ્ચે સાત કિનારા આવ્યા
વરસ્યા નહી સુકાયા નહીં
તરસ્યા નહીં અમે તો કહીં
તમે તમારા કાનને મીંચો
હું મીંચું અવાજ
તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ
તડકો મહેંક્યો અડધી રાતે અડધી વાતો મ્હેંકી
પગલાં તો શેવાળ થયાં આ પગલી કોની બહેકી ?
અટકી નહીં કે ભટકી નહીં
ઉઝરડા અહીં આ કોના કહીં
તમે તમારું ધુમ્મસ મીંચો
હું મીંચું વરસાદ
તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ
– દિવા (પાંડેય) ભટ્ટ
Filed under: દિવા (પાંડેય) ભટ્ટ | Tagged: દિવા (પાંડેય) ભટ્ટ, સંબંધ...., DARD, DUKH, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya | Leave a comment »
Posted on મે 12, 2009 by Swati
મધર્સ ડે વિશેષ : ડૉ. વિજળીવાળા નું આ મજાનું બાળગીત માણીએ…
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
– ડૉ. આઈ.કે. વિજળીવાળા
Filed under: ડૉ. આઈ.કે. વિજળીવાળા, બાળકાવ્યો | Tagged: gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 5 Comments »
Posted on મે 7, 2009 by Manthan Bhavsar
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
– મનોજ ખંડેરિયા
ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry | 2 Comments »
Posted on એપ્રિલ 24, 2009 by Swati
ઝીણો રે ઝગે છે અંધકાર
ક્યાંક ફૂટી છે તેજલ કળી
એનો આ અણસાર !
ઝીણો રે ઝગે છે અંધકાર !
ઝરતી રે ઝરતી આછી મ્હેક હો
એમાં ભીંજાતું રે અંગ ,
કોણ રે નર્તતું વાયુ વ્હેણમાં
બજવી ધીરું મૃદંગ .
તૂટી રે જાય સહુયે દીવાર ,
ઝીણો રે ઝગે છે અંધકાર !
હળવે રે હળવે પડદા ઊપડે
આંખ્યુંમાં ઊઘડે આકાશ ,
ઊછળે રે ઊછળે સાગર શ્વાસના
મનને કોઈ ન આડશ.
હું જ છું ભીતર ને છું બહાર.
ઝીણો રે ઝગે છે અંધકાર !
– યોસેફ મેકવાન
Filed under: યોસેફ મેકવાન | Tagged: યોસેફ મેકવાન, Get Daily Gujarati Poems, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, Gujarati SMS Channel | Leave a comment »
Posted on એપ્રિલ 4, 2009 by Manthan Bhavsar
ધુળેટી
રંગબેરંગી
રંગોથી રમે ગોપી
કાનુડો કાળો
– હસમુખ ધરોડ ‘અંકુર’
વસંત ઋતુ
મુંબઈની એરકંડીશન ઓફિસમાં બેસી…
ટપ…ટપ…ટપ…ટપ ટાઇપરાઇટરના અવાજ…
ગાડી – મોટર – રિક્શા – ટેક્ષીઓના હોર્ન…
ફેરીયાઓની ધમાલ…ની વચ્ચે…બેસી…
હું વસંત ઋતુનુ વણૅન કરવા બેઠો…
– હસમુખ ધરોડ ‘અંકુર’
ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur, gujarati gazal, gujarati poem, gujarati poetry, hasmu, hasmukh_dharod-'ankur', sahitya | 2 Comments »