તું ચારે તે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયાતને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્યને કાજે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
વધુ ગરબા માણવા માટે અહી કિલક કરો
Filed under: અનામી - UNKNOWN | Tagged: Gujarati Dandiya, Gujarati Garba, Tu to kali ne kalyani mori maa | Leave a comment »
