જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?
હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .
પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .
બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .
ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.
– રમેશ પારેખ
Filed under: રમેશ પારેખ | Tagged: જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે, તમારાથી ક્યાં જવાયું છે ?, તમે ગયા છો, પડે સવાર એ રીતે હસી પડાયું છે ., પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ, હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું, હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે ., gujarati gazal, sahitya, shayri, unknown, varsadi gujarati gazal, varsadi gujarati poem | Leave a comment »
