સહેજ મારે તારા જેવું પણ થવું છે
લાવ તારી જીભ મારે બોલવું છે
જેમ તું મારા જ હાથેથી લખે છે
એમ મારે તારી આંખે વાંચવું છે
આપણે સાથે ઊભાં છીએ ગગનમાં
ધરતી પર આવી અને પણ ચાલવું છે
જે ઘડી મારું ઘડી તારું જ લાગે
ચિત્ર એવું એક સાચું દોરવું છે
તું નદી ક્યાં, એક પાણીનું ટીપું છે
જેમાં રજકણ થઈને મારે ડૂબવું છે
તું ભીતરમાં છે તો સામે કઈ રીતે છે
આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે
– ભરત વિંઝુડા
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ભરત વિંઝુડા | Tagged: "ગઝલ" એટલે..., આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે., ગઝલ, ગુજરાતી ગઝલ, ભરત વિંઝુડા, સહેજ મારે તારા જેવું પણ થવું છે, Gazal, gujarati, gujarati gazal | 1 Comment »
