આજે અહીં કવિ શ્રી મિલિન્દ ગઢવીની એક ગઝલ અને તેનું સ્વરાંકન માણીએ.
રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.
– મિલિન્દ ગઢવી
http://soundcloud.com/milind-gadhavi/ret-ma-tarva-javani-jid-ma
સ્વર અને સ્વરકાર – ડૉ. ભરત પટેલ
Filed under: ગઝલ, મિલિન્દ ગઢવી | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી ગઝલ, મિલિંદ ગઢવી, રેતમાં તરવા જવાની જીદમાં | 6 Comments »
