નાજુક ફુલ જેવા દિલ પર…
જયારે કોઈ કાંટાળો વજ્રઘાત પ્રહાર કરે છે…
.. ત્યારે…
દિલ ખળભળી ઉઠે છે….
…ને… સર્જાય છે…
બે અનમોલ દિલ વચ્ચે
વેર અને બદલાની દિવાલો..
…ને…એને ભેદે છે માત્ર પ્રશ્ચાતાપ…
તો ચાલો આપણે પણ કોઈનુ મન જાણતા અજાણતા દુભાવ્યુ હોય
તો મિચ્છામી દુક્કડ્મ કરી એમને મનાવી લઈયે….
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: મિચ્છામી દુક્કડ્મ, gujarati gazal, hasmukh_dharod-'ankur' | 5 Comments »
