બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા
એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા
બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું
દૂર મૂકી દઈને છંદ ને હરિ આવ્યા
એક બે દુ:ખની ઉપર ખડખડાટ હસવામાં
આવ્યો કંઈ એટલો આનંદ ને હરિ આવ્યા
જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું
કે સ્વયમને જ દીધો દંડ ને હરિ આવ્યા
સૌ પ્રથમ દ્વાર ઉપર આવીને ઊભા સાધુ
ને પછી આવ્યા કોઈ સંત ને હરિ આવ્યા
– ભરત વિંઝુડા
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: અંધ, આનંદ, ખડખડાટ, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુનાહ, દ્વાર, બંધ ને, બેઉ આંખો, ભરત વિંઝુડા, મેં કરી, હરિ આવ્યા, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya | 1 Comment »
