હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
-વિમલ અગ્રાવત
Filed under: કવિતા, ગીત, વિમલ અગ્રાવત | Tagged: !, આખી, ઇ પાણી, કાંઇ, કુંવારા, કોણ, ગયું, ચુંદડીને, તાણી?, તો ભીનપના, દરિયે, નદીયું, ને આખી, પહેલું, ભાન, ભારથી, ભીંજાણી., ભુલાતું, મારી, મુંજાણી, મોસમનું, લાગે ને, લુંટાણી, વિમલ અગ્રાવત, સખીરી !, સઘળુંયે, સપનાઓ, સળવળવા, હતું, હું તો | 3 Comments »
