હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !
હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !
શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !
ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !
તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !
– ભરત વિંઝુડા
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: ! હોય તારા નામનાં, અંદર ઘૂમે થઇ, ઊતરી જઇ, એકત્ર ત્યારે, ગુજરાતી ગઝલ, ઘેરાયેલાં કંઇ વાદળો, તું લખે છે પત્ર, ત્યારે હું ગઝલ જેવું લખું, ધબકતું સર્વત્ર, નાભિ મહીં, ભરત વિંઝુડા, શ્વાસમાં આવીને, હોય તું અન્યત્ર, bharat vinzuda, gujarati gazal, gujaratigazal.wordpress.com | 5 Comments »
