ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું !
હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું !
અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું !
શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું !
રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું !
કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું !
અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું !
– રાજેન્દ્ર શુક્લ
Filed under: કવિતા, ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: "ગઝલ" એટલે..., અંજાણું, અમે જ અમને, આખ્ખું, આવી સંતાણું !, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, તમણું ઉપરાણું, તું મુજમાં, ના તું જાણે, ના હું જાણું, ફટવી મૂક્યા, બે ય મળીને એક ઊખાણું !, રાજેન્દ્ર શુક્લ, વસ્તર, વાઘા, શ્વાસનું સાટું, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, rajendra shukla | 1 Comment »
