તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !
કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !
વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !
પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !
– ભરત વિંઝુડા
સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: કોઈ ડાઘ, ગુજરાતી ગઝલ, તને બોલાવું, તારી સુંદરતાને, નહીં, ભરત વિંઝુડા, લાગી જાય, gujarati gazal | 7 Comments »
