Posted on જાન્યુઆરી 9, 2013 by Swati
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !
– જગદીશ જોષી
Filed under: કવિતા, ગીત, જગદીશ જોષી | Tagged: જગદીશ જોષી | 2 Comments »
Posted on એપ્રિલ 6, 2010 by Manthan Bhavsar
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષી
ફરમાઈશ કરનાર : રીન્કુ
સ્વરાંકન માનો : રણકાર.કોમ
23.039574
72.566020
Filed under: જગદીશ જોષી | Tagged: ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.જગદીશ જોષી, ગઝલ, ગુજરાતી ગઝલ, જગદીશ જોષી, Gazal, gujarati, gujarati gazal, Jagdish Joshi, kavita, khobo bhari ne ame etlu, sahitya | 8 Comments »
Posted on માર્ચ 9, 2010 by Manthan Bhavsar
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
– જગદીશ જોષી
ફરમાઇશ કરનાર : કીર્તન
સૌજન્ય : મિતિક્ષા.કોમ
Filed under: અનામી - UNKNOWN, જગદીશ જોષી | Tagged: જગદીશ જોષી, તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મર, પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં, ફરમાઇશ કરનાર | 5 Comments »