તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?
લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?
શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?
-વિમલ અગ્રાવત
Filed under: કવિતા, વિમલ અગ્રાવત | Tagged: અંતર, અક્ષર, કક્કૉ, કક્કો, કરામત, કાનો માતર, ગઝલ, ગીત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, પરબીડિયું, પ્રેમગીત, વિમલ અગ્રાવત, હરિ, હું ય લખું બસ જરી ?, હ્રદય, Gazal, gujarati, gujarati poetry, hari, premgeet, vimal agravat | 7 Comments »
