તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટતક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમા રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું દરિયે દરિયા ઝંખું ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાસા જાય ને મારું અંગ સકળ-
અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.
-વિમલ અગ્રાવત
Filed under: કવિ/કવિયત્રી, વિમલ અગ્રાવત | Tagged: અંગ, અકળાય, અરે, આમતેમ, કંગન, કાજળ, કોરેકોરો, ચુંદડી, ચોમાચા જાય, જાય, ઝંખું, ટીપે ટીપે, ઢાલ ફગાવી, તગતગતી, તડફડ, તલવાર્યુ, તું, ધોધમાર, ને, ને મારું, ન્હાય રે, પડે છે, પલળી, બખ્તર તોડી, ભરચક, ભીંજું, માથાલગ, રે નફ્ફટ!, લથબથ, લોક વીંધાવા, વરસાદ, વિમલ અગ્રાવત, વીંઝાય રે, સકળ, સાજણ, સેંથો, હાય, હું દરિયે દરિયા, હું પગથી | 2 Comments »
