શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.
રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ગુજરાતી શાયરી, હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged: આંખ મારી એક એવો કોયડો, કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, છતાં છલકાય, જામ ખાલી, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય, લાગણીઓ જે મહીં રૂંધાય, વેદના શું એ હવે સમજાય છે, શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, હર્ષ બ્રહ્મભટ્ટ | 5 Comments »
