Posted on જાન્યુઆરી 27, 2009 by Swati
લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
– સુરેશ દલાલ
Filed under: સુરેશ દલાલ | Tagged: "ગઝલ" એટલે..., આ યાદ છે આપની કે, આરજુ....!!!, કટી પતંગ, તકદીર ...!!!, પ્રેમ ના કરો તો કાઈ ન�, befaam, DUKH, gujarati gazal, hasmukh_dharod-'ankur', hayku, sahitya, shailya_shah, shayri, suresh dalal, varsadi gujarati gazal, varsadi gujarati poem, varsadi poem | Leave a comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
-‘ઘાયલ’
Filed under: ‘ઘાયલ’ | Tagged: આંસુ, કટી પતંગ, ખૂબ અંદરબહાર જીવ્યો , જીવન જીવતાં જઇએ સાથે, જીવન...!, દશા મારી, દિલ, વાસ્તવિક્તા, સંબંધ...., DARD, DUKH, ghayal, gujarati gazal, sahitya | 1 Comment »
Posted on જુલાઇ 16, 2007 by Manthan Bhavsar
એક કટી પતંગ ની જેમ હું ગગનમાં લથડાતો ચાલ્યો,
કોઈ ટીખળ ના હાથમાં પકડાતો ચાલ્યો…
જેમ કટી પતંગ પકડાઈ ને જુદા રંગના રંગીન દોરે ચડે છે,
એમ હું જીવનના રંગ બદલાવતો ચાલ્યો…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: કટી પતંગ, જીવન...!, DARD, DUKH, gujarati gazal, hasmukh_dharod-'ankur' | 5 Comments »