આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
-શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: આજે ય, ઉદાસ રાતના, કારણ મળી જશે, ગઝલ, ગુજરાતી ગઝલ, પરિચય વગર રહ્યું, મારી, મારું મૌન, શ્યામ સાધુ, Gazal, gujarati, gujarati gazal | 9 Comments »
