Posted on એપ્રિલ 20, 2014 by Swati
ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
– શૈલેન રાવલ
Filed under: શૈલેન રાવલ | Tagged: "ગઝલ" એટલે..., આંસુ, કિંમત કદી, કોણ, ગઝલ, ગલતી, ગીત, ગુજરાતી ગઝલ, ગેરસમજણ, જાણે, જીવન...!, તાપણું, તો, દુઃખ, દુશ્મનોની, દોસ્તી, પડકારવાનું, ફરકાવ ના, બંધ કર, મનથી, મિત્રતા, વાવટો, વ્યર્થ, શૈલેન રાવલ, સંબધ, સમજ્યું, સામટી, સુલેહી, હ્રદય, DARD, DUKH, Gazal, ghayal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati shayri, misunderstanding, shailen raval | 2 Comments »
Posted on એપ્રિલ 16, 2014 by Swati
આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું.
રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું.
સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિષે ના પૂછ તું.
જળ અને જળની છટાઓ લે, ગણાવું હું તને ,
પ્યાસની મારી સફળ સમજણ વિષે ના પૂછ તું.
મેં મને ધાર્યો હતો એવો ન નીકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ, વિષે ના પૂછ તું.
જે મળે એને હયાતીનો પૂછે છે અર્થ એ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિષે ના પૂછ તું.
– વંચિત કુકમાવાલા
Filed under: ગઝલ, વંચિત કુકમાવાલા | Tagged: "ગઝલ" એટલે..., અડચણ, અફાટી, અવઢવ, ઉછરતા, એ અભાવોના નીકળતા, ક્યાંય પણ, ગણાવું હું તને, ગુજરાતી ગઝલ, ચરણથી, છલાંગો, છાતી, ડગલુંય મંડાતું નથી, ધાર્યો હતો, પ્યાસની, ભીતરી, મારતા છૂંદે મને, રણ વિષે ના પૂછ તું, વંચિત કુકમાવાલા, શ્વાસમાં, હયાતીનો, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, vanchit kukmavala | 2 Comments »
Posted on એપ્રિલ 10, 2014 by Swati
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.
– મકરંદ મુસળે
Filed under: મકરંદ મુસળે | Tagged: "ગઝલ" એટલે..., ગઝલ, ગર્ભિત, ગુજરાતી ગઝલ, ચમકાર જેવું, દુ:ખના દા'ડા, ધાર, મકરંદ મુસળે, મારી, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, વીજના, શસ્ત્રો, હોય છે, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, makarand musle, sahitya, shayri, varsadi gujarati gazal | 1 Comment »
Posted on એપ્રિલ 5, 2014 by Swati
બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા
એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા
બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું
દૂર મૂકી દઈને છંદ ને હરિ આવ્યા
એક બે દુ:ખની ઉપર ખડખડાટ હસવામાં
આવ્યો કંઈ એટલો આનંદ ને હરિ આવ્યા
જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું
કે સ્વયમને જ દીધો દંડ ને હરિ આવ્યા
સૌ પ્રથમ દ્વાર ઉપર આવીને ઊભા સાધુ
ને પછી આવ્યા કોઈ સંત ને હરિ આવ્યા
– ભરત વિંઝુડા
Filed under: ગઝલ, ભરત વિંઝુડા | Tagged: અંધ, આનંદ, ખડખડાટ, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુનાહ, દ્વાર, બંધ ને, બેઉ આંખો, ભરત વિંઝુડા, મેં કરી, હરિ આવ્યા, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya | 1 Comment »
Posted on જાન્યુઆરી 20, 2014 by Swati
ધાર્યા કરતા વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી થઈ ગઈ
મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ
ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સાથે રેલી થઈ ગઈ
બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી થઈ ગઈ
દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ
– મિલિંદ ગઢવી (ગ.મિ.)
0.000000
0.000000
Filed under: અનામી - UNKNOWN, મિલિન્દ ગઢવી | 2 Comments »
Posted on જાન્યુઆરી 13, 2014 by Swati
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
સખી સમજણ તો લાગણીનું સગપણ કહેવાય
મટકાભર આંખથી ઓઝલ થવાય પછી મટકું મરાય તો કહેજો
અંદર ને અંદરથી આઘા જવાય પછી ઓરા થવાય તો કહેજો
ભીતરના ઓરડાની એવી ઓકાત ના બારા જવાય ના અંદર રેવાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
સાત સાત દરિયાઓ સામે છલકાય તોય છાંટો પીવાનું થાય મન ?
આંગણે ને ઓસરીમાં ઉગેલા હોય તોય વ્હાલા ન લાગે થોર વન
હોય જીવતરના વગડામાં ઉઘાડી પાનીયું તોય સંતાપો હરખાતા હૈયે જીરવાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
પીડાના પહાડ ક્યાંય પથરાતા ન્હોય પણ પીડાઓ પહાડ જેવી હોય
વ્હાલપના મધપૂડા ઉછરતા હોય તો દુ:ખિયારા ડંખ ક્યાંક હોય
ક્યાંક તનથી મળાય ક્યાંક મનથી મળાય એમ મળવાની નદીયુંમાં મોજથી તરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
કુંડળીઓ મળવાથી મનના મેળાપની શક્યતાઓ હોય ના સાચી
આખો હરખાય એટલે હૈયું હરખાય ? એવી ધારણાઓ હોય સાવ કાચી
લીલાંછમ ચોમાસા ઓળઘોળ થાય તોય પાનખર આવે તો પ્રેમે પહેરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
સૂકા દુકાળનાં તો કારણો કળાય પડે લીલા દુકાળ એનું શું ?
હોળીયુંની ઝાળ તો જીરવી જવાય ઉઠે હૈયે વરાળ એનું શું ?
કાળજાને કાપવાના કરવત ન હોય એ તો ફૂલ જેવી વેદનાની વાતે વહેરાય
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય
Filed under: ઇસુભાઈ ગઢવી, કવિ/કવિયત્રી | 1 Comment »
Posted on ડિસેમ્બર 2, 2013 by Swati
સટ્ટાખોર વાણિયો મુંબઈમાં રહેતો,
દાડી દાડી હનુમાનને હાથ જોડી કહેતો;
“અંતરયામી બાપ તમે જાણો મારી પીડ,
પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,
પાંચસો જો અપાવો તો પાઠ પૂજા કરું,
શનિવારે પાઈ પાઈનું તેલ લાવી ધરું.”
એક દાડો હનુમાનને એવી ચડી ચીડ,
પથ્થરમાંથી બેઠા થયા, નાખી મોટી રીડ
“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ કરી ભૂંડા હું તો તારી વહારે ધાઉં ?
પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ ?
પાંચસો જો હોય તો તો કરાવું હું હોજ,
ભરાવું ને તેલ, પછી ધૂબકા મારું રોજ.”
– પ્રેમશંકર ભટ્ટ
મારા મામા પાસેથી આ ઘણીવાર સાંભળેલું… અને સાંભળીને ખુબ હસવું પણ આવતું.. આજે એક કઝીને આ યાદ કરાવ્યું એટલે ડાયરી ખોલીને અહીં ઉતાર્યું…
Filed under: કટાક્ષ, પ્રેમશંકર ભટ્ટ | Tagged: પ્રેમશંકર ભટ્ટ | 1 Comment »
Posted on નવેમ્બર 12, 2013 by Swati
જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.
મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.
ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.
પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Filed under: કવિતા, ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: અહીં, ઊગ્યો નથી, કદી પણ, કયા ભવનો, કળે છે, કેવું ફળે છે, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, જાણે, જીવન...!, જો દોસ્ત, તળેટીનું, થાક, પગની તળે છે, ભલે ને, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, લાગ્યું છે, વાસ્તવિક્તા, સઘળાં શિખર, સૂરજ મારો, સૂરજ મારો ઢળે છે, હજુ, હર સાંજના, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, rajesh vyas - miskin | Leave a comment »
Posted on સપ્ટેમ્બર 16, 2013 by Swati
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
0.000000
0.000000
Filed under: ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: એને સમાવે, ખળભળાવે, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતી શાયરી, જો, તૈયારી, નજદીક, ને ફાવે તો કહું, ફરમાવી, રાજેન્દ્ર શુક્લ, લહરી, લો કરું કોશિશ, શબ્દ, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, kavita | 2 Comments »
Posted on સપ્ટેમ્બર 13, 2013 by Swati
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: આકાર, આજ આપણે, આધાર, ક્યાંથી, ગુજરાતી ગઝલ, પામી શકે પાર, પાર, મનોજ ખંડેરિયા, વિસ્તાર, શણગાર અંધાર, શણગાર શબ્દનો, શબ્દનો, શોભે ન, હવાય, gujarati gazal, GUJARATI GAZAL IN, manoj khandeiya, shabd no | Leave a comment »
Posted on ઓગસ્ટ 13, 2013 by Swati
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.
જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઇ ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઇ ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
− નીલેશ રાણા
Filed under: કવિતા, ગઝલ, ગીત, નીલેશ રાણા | Tagged: "ગઝલ" એટલે..., આભથી, આમ જુઓ, એક શબ્દ છે, કહાણી, કહો તો, ઘૂંઘટ તાણી, જળની કુંડળી, જૂજવી, તો વાણી, નીલેશ રાણા, પરપોટામાં, પવન, બરફ, મૌન, વહેતું પાણી, Gazal, gujarati, gujarati gazal, gujarati poetry, kavita, maun, Nilesh Rana, varsadi gujarati poem | 6 Comments »
Posted on જુલાઇ 12, 2013 by Swati
ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું !
હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું !
અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું !
શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું !
રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું !
કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું !
અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું !
– રાજેન્દ્ર શુક્લ
Filed under: કવિતા, ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: "ગઝલ" એટલે..., અંજાણું, અમે જ અમને, આખ્ખું, આવી સંતાણું !, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, તમણું ઉપરાણું, તું મુજમાં, ના તું જાણે, ના હું જાણું, ફટવી મૂક્યા, બે ય મળીને એક ઊખાણું !, રાજેન્દ્ર શુક્લ, વસ્તર, વાઘા, શ્વાસનું સાટું, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, rajendra shukla | 1 Comment »
Posted on જૂન 20, 2013 by Swati
યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું
આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું
ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું
બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું
વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું
એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું
એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
0.000000
0.000000
Filed under: ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: "ગઝલ" એટલે..., અટકળ, કાળજે, ક્યાંક તું ને ક્યાંક હું, ગઝલ, ગુજરાતી ગઝલ, પળેપળ, મળીએ, યાદમાં, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, લાગણી, વિહ્વળ, સાચવતા એ સ્થળ, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poetry, gujaratigazal, kyak tu ne kyak hu, lagani, rajesh vyas - miskin, shayri, yaad | Leave a comment »
Posted on જૂન 3, 2013 by Swati
તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?
લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?
શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?
-વિમલ અગ્રાવત
Filed under: કવિતા, વિમલ અગ્રાવત | Tagged: અંતર, અક્ષર, કક્કૉ, કક્કો, કરામત, કાનો માતર, ગઝલ, ગીત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, પરબીડિયું, પ્રેમગીત, વિમલ અગ્રાવત, હરિ, હું ય લખું બસ જરી ?, હ્રદય, Gazal, gujarati, gujarati poetry, hari, premgeet, vimal agravat | 7 Comments »
Posted on માર્ચ 25, 2013 by Swati
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ
-ભાગ્યેશ ઝા
0.000000
0.000000
Filed under: ભાગ્યેશ ઝા | Tagged: ?, ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ, એની વેદનાની વાતોનું શું, કાંટાથી છોલાતી લાગણી ને સપનાઓ, ભાગ્યેશ ઝા | 7 Comments »
Posted on ફેબ્રુવારી 20, 2013 by Swati
હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું !
ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું !
પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !
અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !
– શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: આતમજ્ઞાન, કોલાહલમાં ધ્યાન, ક્ષણનું, ગઝલ, ગુજરાતી ગઝલ, જો ભાન થવાનું, થવાનું !, બહુમાન, શ્યામ સાધુ, શ્વાસો વચ્ચે, સંતો કહે છે:, હોવાના પર્યાયતણું, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, shyam sadhu | 2 Comments »
Posted on જાન્યુઆરી 29, 2013 by Swati
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા !
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા !
મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા !
ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા !
આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા !
હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !
– શ્યામ સાધુ
Filed under: શ્યામ સાધુ | Tagged: "ગઝલ" એટલે..., અભિસાર બની જા !, અવળ સવળ, ઇચ્છાનો, ગઝલ, ગુજરાતી ગઝલ, છોડ સકલ બકવાસ, તાર બની જા, તો ત્યાં જઈને, મલમલ, શ્યામ સાધુ, સમજ પડે, Gazal, gujarati, gujarati gazal, shayri, shyam sadhu | 1 Comment »
Posted on જાન્યુઆરી 13, 2013 by Swati
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
પરપોટાનું પોત, પવનનાં પગલાં
તરતા નર્યા સપાટી ઉપર જી રે
સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
– સંજુ વાળા
Filed under: સંજુ વાળા | Tagged: કેમ ઉકેલું, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ઘટના પળ બે પળની, તરંગ લિસોટે, પડી છાપ તો, લિપિ જળની, સંજુ વાળા, સખીરી !, Gazal, gujarati, gujarati gazal, gujarati shayri, sahitya | Leave a comment »
Posted on જાન્યુઆરી 9, 2013 by Swati
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !
– જગદીશ જોષી
Filed under: કવિતા, ગીત, જગદીશ જોષી | Tagged: જગદીશ જોષી | 2 Comments »
Posted on જાન્યુઆરી 5, 2013 by Swati
આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
-શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: આજે ય, ઉદાસ રાતના, કારણ મળી જશે, ગઝલ, ગુજરાતી ગઝલ, પરિચય વગર રહ્યું, મારી, મારું મૌન, શ્યામ સાધુ, Gazal, gujarati, gujarati gazal | 9 Comments »
Posted on જાન્યુઆરી 1, 2013 by Swati
તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે
ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝા મૂકે
ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે
આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઉંગલી હજાર વેળા ચૂમે
નાજુક નમણાં હોઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે
– જિગર જોષી ‘પ્રેમ’
Filed under: કવિ/કવિયત્રી, જિગર જોષી 'પ્રેમ' | Tagged: - જિગર જોષી 'પ્રેમ', આંગણ આંગણ, કવિતા, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, તારી જો કોઇ ટપાલ આવે, પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે, રેશમવરણું વહાલ આવે, શેરી શેરી, gujarati, gujarati gazal, gujarati poem | 5 Comments »
Posted on ડિસેમ્બર 30, 2012 by Swati
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.
નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.
જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.
નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.
ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.
– હિતેન આનંદપરા
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, હિતેન આનંદપરા | Tagged: ઈશ્વર બદલવાથી, ઉત્તર બદલવાથી, ગઝલ, ગુજરાતી ગઝલ, દશાઓ એમ સુધરતી નથી, નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે, સવાલો ક્યાં કદી બદલાય છે, હિતેન આનંદપરા, Gazal, gujarati, gujarati gazal | 1 Comment »
Posted on ડિસેમ્બર 26, 2012 by Swati
સૂરીલા બની જાશે સઘળા અવાજો,
દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો !
જે આવ્યા હો લાંબી સફરમાંથી એને,
ચહેરાના આશ્ચર્યનું ઘેન પાજો.
દરેક પર્ણને સૂર્ય સાક્ષાત ચૂમે,
કરે દર સવારે શરદ ખેલ તાજો.
તમારામાં સંદેશા વહેતા મૂકું છું,
પવન ! એમના ઘર તરફ થઈને વાજો.
ન ગમતું બને કે કંઈક કે તત્ક્ષણે આ,
અધર વાંકા કરવાની એની અદા જો !
ઘણાં વર્ષે એણે કહેણ મોકલ્યું છે,
મને થાય છે, તોડી નાખું રિવાજો.
– શોભિત દેસાઈ
Filed under: શોભિત દેસાઈ | Tagged: એને ઉદ્દેશીને, ગઝલ, ગા જો !, ગુજરાતી ગઝલ, તોડી નાખું રિવાજો., દરેક ગીત, પવન ! એમના ઘર તરફ, મને થાય છે, શોભિત દેસાઈ, Gazal, gujarati, gujarati gazal, kavita | 1 Comment »
Posted on ડિસેમ્બર 22, 2012 by Swati
સાવ મધરાતે ય કંઈ ઝબકીને કાગળ વાંચીએ
રેત પરની માછલીની જેમ વિહ્વળ વાંચીએ
શું હશે જે વાંચવું છે ને હજી આવ્યું નથી
થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ
સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા
મોકલાવેલી તમે જ્યાં એક અટકળ વાંચીએ
એ મજા છે ઓર કે બે ચાર બસ અક્ષર લખો
હોય લાંબા કાગળો ઓછા પળેપળ વાંચીએ
ચાલશે મિસ્કીન ઉપનિષદ કે છાપું કાલનું
પત્ર વિનાનું કશું પણ હોય કેવળ વાંચીએ
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Filed under: ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: કંઈ ઝબકીને, કાગળ વાંચીએ, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીગઝલ.કોમ, માછલીની જેમ વિહ્વળ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રેત પરની, સાવ મધરાતે ય, gujarati, gujarati gazal | Leave a comment »
Posted on ડિસેમ્બર 9, 2012 by Swati
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !
પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ગઝલ, ગુજરાતી ગઝલ, તારી યાદની મોસમ રડી છે, રેશમી દિવસોના કારણ, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?, શ્યામ સાધુ, Gazal, gujarati, gujarati gazal | 4 Comments »