ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.
કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.
કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.
આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.
જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.
– ભરત વિંઝુડા
નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….
જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !
એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, ભરત વિંઝુડા, સ્વરાંકન | Tagged: અવગણવાનું, એક, કહીને જ, કેમ છો ?, કોઇ મારી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચારે બાજુએ, છું જ નહીં, ઝણઝણવાનું, ઝાંઝરીની જેમ, પાસે આવીને, પૂછે કે, ભરત વિંઝુડા, ભીંતો ચણવાનું, મન થઇ જાય છે, યાદ...ફરિયાદ...!!!, રણકાર, સંબંધ...., સ્વરાંકન, હ્રદય, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri | 5 Comments »
