આજે અહીંની મુલાકાત લેનાર વાચકોની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ નો આંકડો વટાવી ગઈ ત્યારે એક અનોખો રોમાંચ થઈ રહ્યો છે. કાલે સાંજે બ્લોગ પર ૯,૯૯,૯૯૨ નજરે પડ્યા તો થયું કે જ્યારે મેં આ બ્લોગની શરુઆત કરી હતી ત્યારે તો માત્ર એક જ વિચાર હતો કે મને જે કાંઈ ગમે તે અહીં મૂકવું અને મારા જેવા બીજા મિત્રો કે જેને ગુજરાતી વાંચન ગમતું હોય તેને જણાવવું… હા, શરુઆત તો બહુ જ જોરશોરથી કરી હતી, દિવસની બે, ત્રણ કે ચાર પોસ્ટ મૂકાઈ જતી… ધીમે ધીમે ગઝલ અને અન્ય કાવ્ય પ્રકારો વિષે થોડી સમજ કેળવાતી ગઈ તેમ આ પ્રવૃત્તિ ઓર ગમવા લાગી…. જો કે પછીથી પોસ્ટીંગના સમયમાં વહેલું મોડું પણ થવા લાગ્યું પણ તે છતાં આ યાત્રા આગળ વધતી જ રહી… અને વાચકવર્ગ તરફથી સતત મળતા સકારાત્મક પ્રતિભાવો અને વિવિધ રચના માટેની માગણી એ હમેશા ગર્વનું કારણ બની રહી છે.
મેં પહેલા પણ જણાવ્યું છે તેમ આ બ્લોગ અમારા માટે ટેબલ પર પડેલી ડાયરી જેવો છે જેમાં જે ક્ષણે જે ગમ્યું તે નોંધાતું રહે અને એ ડાયરી માત્ર ટેબલ પર ન રહેતા નેટ જગતમાં ખુલતી રહે અને વાચકોની નજર તેના પર ફરતી રહે.
વાચકો તેમની મુલાકાત દરમ્યાન ઘણી ફરમાઈશ કરતા રહે છે જો કે દરેક વખતે તો એ પૂરી નથી કરી શકાતી પણ પ્રયત્ન તો ચોક્કસ કરતા જ રહીએ છીએ.
પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે દસ લાખ વિઝિટ્સ… એ માત્ર આપ સૌને આભારી છે.
અને આ નિમિત્તે એક સંપૂર્ણ ગઝલ…
ગુલાલે ભરી છે – જયંત કોરડિયા
ક્ષણોના ઝરૂખે ગુલાલે ભરી છે,
જુઓ સાંજ ગુલમ્હોરમાં ઉતરી છે !
ભુલાતી નથી એક મઘમઘ સ્મરણની,
ગલી જે ગુલાબી ફૂલોથી ભરી છે.
તું પરબીડિયામાં નદી મોકલી દે,
તરસની સીમાએ હવે હદ કરી છે.
પ્રતીક્ષા કરી રાત ભર ડાળ-ડાળે,
પ્રભાતે ગઝલ પાંદડી પર ઠરી છે.
કિરણ પગલીઓ ઝીલવા હર ફૂલોએ,
સુકોમળ સુકોમળ હથેળી ધરી છે.
અને, અત્યાર સુધી ના સફર નો સારાંશ
૫ જુન ૨૦૧૧ બ્લોગને ચાર વર્ષ પૂરા…
૬ ઓક્ટોબર ૨૦૧૦… ૪૭૭ પોસ્ટ્સ અને ચાર લાખ વિઝિટ્સ
૫ જુન ૨૦૧૦ બ્લોગ ત્રણ વર્ષનો…
આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડાવ
૨૦ એપ્રિલ ૨૦૧૦… ત્રણ લાખ વિઝિટ્સ
૨૨ સપ્ટેમ્બર ૨૦૦૯… બે લાખ મુલાકાતીઓ
૫ જુન ૨૦૦૯ મારા બ્લોગને બે વર્ષ થયા…
આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ…
૧૭ ઓક્ટોબર ૨૦૦૮… એક લાખ મુલાકાતીઓ…
“ગુજરાતી ગઝલ” ની સફરનો સોનરી વળાંક કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે…
૫ જુન ૨૦૦૭ પહેલું પગલું…
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
Filed under: સમાચાર | 7 Comments »





